Table of Contents
જાણો ધોરણ 10 GSEB પરિણામ 2024 SSC કઈ તારીખે જાહેર થશે અને કેવી રીતે પરિણામ ચકાસવું. જાણવા માટે અહી ક્લિક કરો STD 10 GSEB Result 2024 SSC
ધોરણ -10 ગુજરાતી પેપર સોલ્યુશન (2024)
ધોરણ -10 ગુજરાતી પેપર સોલ્યુશન (2024), અહી દરેક વિભાગ દીઠ તમને ધોરણ 10 નું પેપર સોલ્યુશન આપેલ છે. ધ્યાનથી વાંચી અને જોઈ શકશો. દરેક જવાબ ડાર્ક કરેલ મળશે.
વિભાગ – A
(અ) નીચેના જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
અ બ
1) ફોરમ 1 )જન્મોત્સવ
2 ) ગોવિંદ 2 ) ભૂલી ગયા પછી
3 ) આંબા પટેલ 3 ) ચોપડાની ઇન્દ્રજા
4 ) માણેક 4 )ઘોડીનીસ્વામિભક્ત (5) રેસન ઘોડો
જવાબ – ( 1 – 5 ) ( 2 – 3 ) ( 3 – 4 ) (4 – 1 )
(બ) નીચે આપેલ વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો .
(5) નરેન __તાલીમ મેળવી હતી. ( ઘોડે સવારીની , વનસંરક્ષણ , પોલીસની)
(6) “આપની બબલીની જ પગલી જાણે!” આ વાક્ય __ બોલે છે. ( સ્ટેશન માસ્તર, ડુંગર, ડુંગરની પત્ની)
(7)__કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે. (લાઈટ, આગિયા, બીજા વૃક્ષો)
(8) મનુષ્યદેહ _જેવો છે ( છાસ, દૂધ , ઘી)
(ક) નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
(9) આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી?
જ. રેવાળ
(10) અંકિતને પરીક્ષામાં ઉતીર્ણ થવાની ખુશીમાં કયાં પુસ્તકો ભેટમાં મળ્યાં હતા ?
જ. રામાયણ – મહાભારતની બાળકથાઓ માં
(ડ) નીચે આપેલા પ્રશ્નનોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ( ગમે તે બે )
(11) લેખકે છત્રી ખોવાય ન જાય તે માટે કઇ સલાહ અમલમાં મુકી . ?
જ . લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ-સરનામું લખવાની સલાહ અમલમાં મુકી એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પુરું નામ, વીગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું.
(12) ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું ?
જ. ડુંગરની પત્નીએ કોઈ બાળકીની પગલી જોઈ, તેને પોતાના મૃત સંતાનની યાદ આવતાં તે હલબલી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભુતિ દર્શાવતાં કહ્યું: “ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય. લે ચાલ, મોડું થશે.”
(13) લેખક કોને ક્રૂર કટાક્ષ ગણાવે છે ? કેમ?
જ. “હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો.” આ વિધાન માર્મિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિસુંદર – સ્વસ્થ – હૃદય આપે છે. કોઈના પક્ષે એને ભેદભાવ નથી. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને, આહારવિહારની કુટેવોને લીધે, શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તાને હૃદયરોગનો ભોગ બને છે.
લેખક કટાક્ષમાં કહે છે, “શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઑફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે. ગમે તે સમયે, ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. સુખી લોકોના બેઠાડુપણાને લેખક સ્થળ સાધના કહે છે જેને પરસેવો નથી વળ્યો તેવું શરીર પોતાના માલિકને.કરેલો ક્રૂર કટાક્ષ ગણાય એમ લેખક કહે છે.
(ઈ) નીચેના પ્રશ્નોનો દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો.
(14) ‘ આખરે શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે ‘ આ વિધાન વિગતે સમજવો.
જ. “આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે.” આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને ફૂટ કરતી અંકિતનાં મમ્મી નીનાબહેનની વિધાયક દષ્ટિ રજૂ કરે છે. નીનાબહેને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યાં. સાથે રહીને પોતે બાળસહજ રમતો રમવાની છૂટ આપી. રામાયણમહાભારતની બાળકથાઓ વંચાવી.
કૌટુમ્બિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યો. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું. વિનુકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા, એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો. નીનાબહેન માનતાં હતાં કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબહેનનું એ સ્વપ્ન દિકરા અંકિતે પુરવાર કર્યું.
(15) માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ‘ ઘોડીની સ્વામિભકતી’ નાં આધારે સમજાવો.
જ . આ પાઠમાં ઘોડાની સ્વામિભક્તિને માનવ અને પ્રાણી ની પરસ્પર પ્રીત ને વર્ણન આપવામાં આવ્યું છે. ઘોડાની સ્વામી માટે માનવ અને પ્રાણીઓ ની ભક્તિ અને પ્રીતિ નો માર્ગ સમાન છે . તેમને સમાન પ્રેમ અને માનવતા અર્પણ કરવામાં આવે છે.આ પાઠ માનવતા મૂલ્ય ઉજાગર કરવાનો અને સમાન ભાવનાઓને સ્થાન આપવાનો પ્રયાસ કરે છે તેની ભક્તિ અને પ્રીતિ માનવને સમાનતા અને સહજતા સાથે જોડે છે.
વિભાગ – B
(અ) નીચેના જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
અ. બ.
પદ્ય કૃતિ કર્તા
17) ચાંદલિયો અ) સોનેટ
18) દીકરી બ) લોકગીત
19) વતનથી વિદાય થતાં. ક) ગઝલ
20) વૈષ્ણવજન. ડ) ભજન
ઈ) પદ
( 1 – બ ) ( 2- ક ) ( 3 – અ ) ( 4 – ઈ )
(બ) નીચે આપેલ વિકલ્પ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
21) કવિ_________ના ઉડતા આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે. (મોરપિચ્છ, પક્ષીઓ , મારગની ધૂળ)
22) “શીલવંત સાધુનો” અર્થ__________થાય. (ચારિત્રવાન, શરમાળ , નાશવંત)
23) સ્વજન સુધી_________ લઈ જશે. (મિત્રો, ઈશ્વર, દુશ્મનો)
24)__________બનવું દુર્લભ છે. (દેશ દીપક, કુલ દીપક, વીર)
(ક) નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય માં ઉત્તર લખો.
25) પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે.
જ. પંખીને પામવા કવિ તેના ગીત છાની રીતે સાંભળવાનું કહે છે.
(26) કવિ કયા વૃક્ષની નીચે બેઠા હતા?
જ. મહુડી
(ડ) નીચે આપેલ પ્રશ્નોના ત્રણ ચાર વાક્યો લખો.
(27) કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યવસ્થામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે ?
જ. કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે કે વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી.
(28) સત્યના આયુધ ની કઇ વિશેષતા છે?
જ.કવિએ ગાંધીજીના સત્યને આયુધ કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાતજાતનાં આયુધોથીએ લડાયાં છે અને ભવિષ્યમાં પણ લડાશે; પરંતુ આ સત્યરૂપી આયુધ ની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે જ સ્વતંત્રતા મળી હતી.
(29) ‘દીકરી માથે હાથ ફેરવવો’ અને ‘દીકરી હાથ દે ‘એમાં શો ફરક છે?
દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં પિતાનું વહાલ અને દીકરીનો સહારો એ ફરક છે.
(ઈ) પ્રશ્નોના દસ બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો.
(30)’હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ ક્યાં કયાં કારણોસર અનુભવે છે? ‘
જ.હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવતા જણાવે છે કે, ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીનાં તેમજ ચરોતરની મહીસાગરનાં પાણી છે. એનો દેહ અરવલ્લીમાં છે. એના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે.
(31)’ વૈષ્ણવવજન ‘ પદ નાં આધારે વૈષ્ણવજનનાં લક્ષણો જણાવો.
જ.વૈષ્ણવજનનાં લક્ષણો દર્શાવતાં નરસિંહમહેતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશાં પારકાનાં દુ:ખદર્દને સમજે છે અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે અર્થાત્ તેને સૌ પ્રત્યે આદરભાવ હોય છે. તે કોઈની નિંદા કરતો નથી.
(32) વતનથી વીદાય થતાં કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન કરો.
જ.કવિ વતનનું જૂનું ઘર બંધ કરીને જતી વખતે વેદના અનુભવે છે. જેવી રીતે વેચાઈ ગયેલું પ્રાણી પોતાના માલિક અને કોઢાર ને શોધતું ફરે છે એ રીતે કવિને પણ પોતાનું મૂળ ધરાવતા આ વતનથી દૂર જવું ગમતુ નથી. કવિને વતનથી દૂર જતા અતિશય વેદના થાય છે એ જાણે રક્તટશિયા ફૂટતા હોય એવું અનુભવે છે.
વિભાગ – C
માગ્યા પ્રમાણે ઉત્તર લખો.
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ને જવાબ લખો.
(33) નીચેના શબ્દોની સાચી જોડણી શોધી ને લખો.
– પ્રતીબિંબ (પ્રતીબીંબ, પ્રતિબિંબ, પ્રતીબિંબ)
– ગીરી (ગીરિ, ગિરિ, ગિરી)
(34) ‘પો + અન’ – શબ્દની સાચી સંધિ જોડો.
(પાવન, પવન, પાવક)
(35) ‘ દાવપેચ ‘ શબ્દનો સમાસ ઓળખાવો.
(દ્વન્દ્વ સમાસ, ઉપપદ સમાસ, કર્મધારય સમાસ)
(36) નીચે આપેલા બંને શબ્દનોનાં જોડણીભેદે થતો અર્થભેદ જણાવો.
ખાધ (ખોટ, નફો, ધંધો)
ખાદ્ય (અનાજ, ખભો, દાણો )
(37) “માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો” વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો.
(સજીવારોપણ, ઉતપ્રેક્ષા, ઉપમા)
(38) ‘ સામાજિક’ શબ્દમા ક્યો પ્રત્યય રહેલો છે તે જણાવો.
(પૂર્વ પ્રત્યય, પર પ્રત્યય, એક પણ નહિ)
(39) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધી ને લખો.
– ઉજ્જડ (વેરાન, ખાલી, ભયંકર)
– ગિરા (વાણી, પડવું, ગીત)
(40) ‘લાચારી’ સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો.
(જાતિવાચક, વ્યકિતવાચક, ભાવવાચક)
નીચેનાં પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો.
(41) નીચેનાં રૂઢિપ્રયોગોનો અર્થ જણાવો.
નવ નેજાં પડવા – તકલીફ પડવી
(42) નીચે આપેલ કહેવતનો અર્થ લખો.
બાંધી મુઠી લાખની – જ્યાં સુધી ઘરની વાત બહાર ન જાય ત્યાં સુધી આબરૂ સચવાય
(43) નીચેનાં શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
જેને કોઈ રોગ નથી – નિરોગી
(44) નીચેનાં શબ્દો માટે વિરોધી શબ્દ લખો.
સ્થૂળ × સૂક્ષ્મ
(45) નીચેનાં વાક્યો ને કર્મણીમાં ફેરવો.
પોલીસે ચોર ને પકડ્યો – પોલીસથી ચોર ને પકડાયો
(46) નીચેનાં તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો.
હેર – શહેર
(47) નીચેના વક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો
શીલવંત સાધુને વારે વારે નમીએ – ગુણવાચક વિશેષણ
(48) નીચેનાં વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.
ખીચડી મને બહુ ભાવે નહી – માત્રાસૂચક
(49)’ તૃષ્ણા ‘ શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો.
ત્ + ઋ + ષ + ણ + આ
(50) નીચેનાં વાક્યોનુ પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો.
રીંછનાં હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું
(51) નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો
લાંબા જોડે ટૂંકો જાય, મરે નદી તો માંદો થાય – ચોપાઈ
(52)’ મભનતતગાગા ‘ ક્યાં છંદનું બંધારણ છે?
મંદાક્રાંતા
વિભાગ – D
53) નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો.
સૌન્દર્ય વેડફી દેતાં ના ના સુંદરતા મળે;
સૌન્દર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.
સમગ્ર વિશ્વમાં ઠેરઠેર સોંદર્ય પથરાયેલું છે. એ સોંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી.આપણે એને મનભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્યદષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે.
(54) તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે એકસો શબ્દનોમાં લખો.
અમદાવાદ, તા. 10/6/2022
અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણદિન ઊજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5 મી જૂનને વૃક્ષારોપણદિન તરીકે ઊજવવામાં આવ્યો હતો. શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણમાં ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં, જેમાં ‘એક બાળ, એક ઝાડ’; ‘વૃક્ષ જતન, આબાદ વતન’; ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો’; ‘વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો’ વગેરે સૂત્રો લખેલાં હતાં.
શાળાના ટ્રસ્ટી શ્રી સુહાગભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણદિન નિમિત્તે ઉદ્ઘાટનવિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી, તેને પાણી પાયું. ત્યારપછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણદિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ‘વૃક્ષો, આપણા મિત્રો’ નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્રસ્પર્ધા, ‘વૃક્ષો’ વિશેની વક્તૃત્વસ્પર્ધા, વૃક્ષો માટેનાં ટ્રી – ગાર્ડ્ઝ, વૃક્ષપ્રેમી સલીમ અલીનું વક્તવ્ય અને વનભોજન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ વૃક્ષારોપણદિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું.
(56) ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો.
મારો યાદગાર પ્રવાસ
પ્રવાસ હંમેશા યાદગાર હોય છે. પ્રવાસ દરમ્યાન આપણને નવુનવું જોવા અને જાણવા મળે છે. પ્રવાસની પૂર્વતૈયારી એટલી ગણતરીબંધ અને વ્યવહારુ કરવી કે જેથી શરૂથી અંત સુધી ક્યાંય જરા પણ અગવડ કે મુશ્કેલી પડે નહિ.
વિદ્યાર્થીજીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આપણે આપણું કામ જાતે કરતાં શીખીએ છીએ. સૌદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે.
અમારી શાળામાંથી અમને દર વર્ષે પ્રવાસે જવાની તક મળે છે. પ્રવાસે જઈએ ત્યાં કોઈ વાર જમવાનું સારું ન મળે તો કોઈ વાર રહેવાની સારી સગવડ ન હોય. કોઈ વાર બસ ખોટકાઈ જાય તો કોઈ વાર ટ્રેન મોડી પડે. પણ આવી થોડીઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે.
એક વખત અમારી શાળા દ્વારા કચ્છ-ભૂજનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો. એ પ્રવાસના રોમાંચક અનુભવોને તો હું આજે પણ ભૂલી શકતો નથી. પાંચ શિક્ષકો સાથે અમે પંચાવન વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા કચ્છ-ભૂજના પ્રવાસે નીકળ્યા.
સવારનું ખુશનુમા વાતાવરણ હતું. સાયલા, ચોટીલા, માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી પહોંચ્યા. ત્યાંથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. અમે અંજાર પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ચાલુ જ હતો. અમે ભીંજાતા ભીંજાતા ધર્મશાળાએ પહોંચ્યા.
બીજે દિવસે સવારે અમને સૂર્યનારાયણનાં દર્શન થયાં. અમે અંજારમાં જેસલ-તોરલની સમાધિ જોઈ. ત્યાર બાદ અમે અંજારના બજારમાંથી સૂડી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભૂજ તરફ રવાના થયા. ત્યાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો.
કચ્છ-ભૂજમાં સામાન્ય રીતે વરસાદ ઘણો ઓછો પડે છે. તે પણ ચોમાસામાં જ પડે. દિવાળીના દિવસોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો એ બાબત અમારે માટે આશ્ચર્યજનક હતી. અમે વરસતા વરસાદમાં ભૂજના શ્રી સ્વામીનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટાઢથી ધ્રૂજી રહ્યા હતા. મોડી રાત્રે અમે ગરમ ગરમ ખીચડી અને કઢી જમ્યા.
રાત્રે વરસાદ થંભી ગયો હતો. સવારે તૈયાર થઈને અમે ભૂજનાં જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભૂજનું તળાવ પણ પાણીથી છલોછલ થયું હતું. આ કૌતુક જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં.
બપોરે જમ્યા પછી અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. સદ્ભાગ્યે ત્યાં અમને વરસાદનું વિધ્ન નડ્યું નહીં. વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા. અમે ત્યાં કોટેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં.
વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદનાં મોજાં ઉછળવા લાગ્યાં. એવામાં પોલીસે અમને માહિતી આપી કે, કંડલા તરફથી વાવાઝોડું આવી રહ્યું છે. એટલે તમામ પ્રવાસીઓએ દસ વાગ્યા સુધીમાં અહીંથી નીકળી સલામત સ્થળે જતા રહેવું પડ્યું હતું. અમે જલદી જલદી ત્યાંથી નીકળી ગયા.
ત્યારબાદ અમે કંડલા તરફ જવાને બદલે ભૂજમાં પાછા ફર્યા. અહીં અમે ભોજન લીધું. પછી અમે ભૂજમાંથી વિદાય લીધી. અમે રાતના એક વાગે શાળામાં આવી પહોંચ્યા. ત્યારબાદ જાણ્યું કે વાવાઝોડું બીજી દિશા માં ફંટાઈ ગયું હતું.
આ પ્રવાસમાં અમને ઠીકઠીક તકલીફો પડી. પણ અમને અમારામાં રહેલી હિંમત, સહનશક્તિ અને ભાઈચારાનો અનુભવ પણ થયો. આમ, આ પ્રવાસ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો.
જાણવા જેવુ: Gujarat Police Bharti 2024, કુલ 12472 જગ્યાઓ માટેની ભરતી, જાણો કેવી રીતે Apply કરવું અને શું છે લાયકાત