જાણો ક્યાં શહેરમાં લોકો પાણીની અછતને લઈને શહેર છોડી રહ્યા છે?

પાણી કેટલું જરૂરી ?

બેંગલુર આજે પાણી ની કટોકટી થી ઘેરાયેલું છે. વાસ્તવિક જીવનમાં પાણી બચાવાની આપણને ટેવ નથી, કારણ કે જળ અને જીવન બંને વેડફવાની આપણી આદતથી આપણે પોતે પણ સાવ અજાણ હોઈએ છીએ. માણસ જાતથી વધારે પાણીનો આડેધડ ઉપયોગ કરાય એવું, આ સંસારમાં કોણ સમજે છે. માણસ ભલે બુદ્ધિજીવી પ્રાણી ગણાય છતાં પ્રાણીઓ નથી કરતા એવા ભગા કરવામાં આપણે કશું બાકી નથી રાખ્યું. જેમકે પાણીનો ઉપયોગ આપણે માત્ર પીવા માટે જ નથી કરતા.

પીવા સિવાય પાણી મૂકવા, પાણી કાઢવા તથા પાણી ફેરવવા પણ પાણી વાપરતા આપણને આવડે છે. વળી આપણાથી આગળ થઈ ગયેલી પંદર પેઢીઓની પરંપરા પ્રમાણે આપણે જે રીતે પાણીનો પાણીની જેમ જે ઉપયોગ કરતા આવ્યા છીએ એમાં રાતોરાત કેવી રીતે બદલાવ લાવવો ? પાણી બચાવોના ફરમાનની બહુ બહુ તો આપણે કોઈને ખો આપીને પાણી બચાવોની ઝુંબેશમાં આપણું યોગદાન આપી દઈએ. આપણામાંના એકેએક જણા પાછા પોતાની જાણકારી મુજબ સીધા સ્વર્ગથી ઉતરેલા દેવદૂત હોય એવા ભ્રમમાં જીવતા હોય. એટલે એમના પોતાના પૂરતો પાણીનો ગમે તેટલો અને ગમે તેવો ઉપયોગ માન્ય ગણાય. બાકી આપણા સિવાયના બીજા બધા લોકોએ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણા સિવાય દરેક જણે પાણી બચાવવું જોઈએ.

કયું શહેર આજે તકલીફમાં છે ?

બેંગલુર આજે પાણી ની કટોકટી થી ઘેરાયેલું છે.

દેશના ત્રીજા નંબરે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બેંગલુર આજે પાણી ની કટોકટી થી ઘેરાયેલું છે. જેના કારણે ઘણા લોકો મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. દરેક લોકો આજે પાણી બચવવાના કાર્યોમાં જોડાય ગયા છે. નળ પર પાણી બચવવાના ઉપકરણો, વાસણો, કપડાં તેમજ બધાં જ કામમાં કેન ના પાણી નો ઉપયોગ કરવાની ફરજ પડી છે. ઘણી સોસાયટીઓ માં ચાર ચાર કલાક પાણીનો પુરવઠો બંધ કરી દેવા માં આવ્યો છે.

બેંગ્લોરની IIM પાણીના પુનઃ ઉપયોગ ઉપર કામ કરી રહ્યું છે.

બેંગલુર આજે પાણી ની કટોકટી થી ઘેરાયેલું છે ત્યારે IIM બેંગ્લોર એ જણાવ્યું હતું કે, “IIMB તેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા દરરોજ કુલ 2,50,000 લિટરથી વધુ પાણી નો પુનઃ ઉપયોગ કરી રહ્યું છે. તેના કાર્યક્ષેત્ર વિસ્તૃત કરવા માટે કુલ 57 જેટલા કુત્રિમ ખાડાઓ ખોદવામાં આવેલ છે. કુલ 17 કુવાઓ બનાવવાનું કામ હાલમાં ચાલુ છે.

2030 સુધીમાં આ શહેરો માં પણ જળ સંકટ આવી શકે છે.

રિપોર્ટ અનુસાર જયપુર, દિલ્લી, બેંગલુરૂ , ગુરુગ્રામ , ઇન્દોર, અમૃતસર, લુધિયાણા, હૈદરાબાદ, ચેન્નઇ, ગાઝિયાબાદ, ગુજરાતના ગાંધીનગરનો સમાવેશ થાય છે.

બેંગ્લોરની સ્થિતિ આવી શું કામ ને સર્જાઈ ?

બેંગ્લોર એક હિલસ્ટેશન જેવું છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ 920 મીટર છે. ભારત ની 98% વસ્તી આના કરતાં ઓછી ઊંચાઈ પર રહે છે. 1961 સુધીમાં બેંગલુરૂમાં 262 તળાવો હતા અને તેનો 70% વિસ્તાર હરિયાળીથી ઢંકાયેલો હતો. તેથી તેને ગાર્ડન અને લેક સિટી તરીકે ઓળખવામાં આવતું હતું. હેવ માત્ર 81% તળાવો બચ્યાં છે ને માત્ર 3% જ હરિયાળી બચી છે. 94% વિસ્તારમાં ક્રોકિટનાં જંગલો આવેલા છે. નબળા ચોમાસાને કારણે કાવેરી નદી અને બેંગલુરૂ શહેરનાં ભુગર્ભ જળસ્તર સતત ઘટી રહ્યું છે. દરરોજ 20 કરોડ લિટર પાણી ની અછત છે.

કર્ણાટક નાં ડેપ્યુટી CM એ શું કહ્યું?

કર્ણાટક ના ડેપ્યુટી CM ડીકે શિવકુમારે કહ્યું કે શહેરના 3 હજાર કે તેથી વધુ બોરવેલ સુકાઈ ગયા છે. જેમાં તેના ઘર નો બોરવેલ પણ શામેલ છે આ જ સમયે શહેરના ટેન્કર માલિકો 5000 લીટર માટે રૂ. 500 વસૂલતા હતા તે અત્યારે રૂ.2000 વસૂલ કરે છે.

આમ , પાણી વગર સંસારમાં કેટલી ભયાનકતા સર્જાઈ શકે છે એવો સમષ્ટિનો વિચાર કરવાની આપણી ફરજ છે. આપણે બહુ બહુ તો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે વાળી ચિંતા કરી શકીએ. આમ પાણી બચાવવા માટે માણસને આવા ભય બતાડવા પડે એ કેટલી ખરાબ બાબત ગણાય. દરેક વાતમાં ‘આપણે કેટલા ?’ વાળી ભાવના અને વર્તન એતો આપણી પ્રકૃતિ અને આપણી ઓળખાણ છે. મોટા ભાગે માણસને અહેસાસ કરાવવા માટે ‘માણસની નીચે રેલો આવે, ત્યારે ખબર પડે’ જેવા વિધાનો વપરાતા હોય છે, પરંતુ જળનું જતન કરવા માટે વિધાનને જરા પલટાવીને કહેવું પડે કે જે દિવસે માણસની નીચે રેલો નહિ આવે, ત્યારે ખબર પડશે.

ટૂંકમાં જીવવું હોય તો જળ બચાવો.

“જળ છે તો જીવન છે”

હાલમાં જ લાગુ પડેલ કાયદો CAA (નાગરિકતા સંશોધન કાયદો) વિષે જાણો વિગતવાર