ભારતમાં Redmi કંપનીના મોબાઈલ ચાહકો માટે ખુશ ખબર છે કે Redmi Note 13 Turbo આવી રહ્યો છે ખૂબ જ સારા એવા પ્રોસેસર સાથે. ભારતમાં તે પહેલા Redmi મોબાઇલના Redmi Note 13, Redmi Note 13 Pro અને Redmi Note 13 Pro+ લોન્ચ થઈ ચૂક્યા છે જેની કિંમત Rs 17,999, Rs 25,999 અને Rs 31,999 રાખેલ છે. જાણકારી મુજબ Redmi કંપની દ્વારા Note 13 સીરિઝની અંદર નવો મોડલ લોન્ચ થવા જય રહ્યું છે જે Redmi Note 13 Turbo આવશે.
Table of Contents
Redmi Note 13 Turbo લોન્ચની તારીખ (Launch Date)
Redmi Note 13 Turbo મોબાઈલ ફોનની લોન્ચની તારીખ માટે જાણવા મળ્યું છે કે કંપનીએ હજુ સુધી કોઈ સૂચના આપેલ નથી. ટેકનોલોજી જગતના મહાન સમાચાર પત્રોનું કહેવું છે કે આ મબોઇલ ફોન ભારતમાં 3 એપ્રિલ 2024 ના દિવસે લોન્ચ થઈ શકે છે.
Android v14 સાથે આ મોબાઇલમાં Snapdragon 8s Gen 3 ની સાથે 3.0 GHz ક્લોક સ્પીડવાળું Octa Core પ્રોસેસર મળશે, જે કુલ ત્રણ કલરમાં માર્કેટમાં ઉપલાભ થશે, જેની અંદર મિડનાઇટ બ્લેક, મિંટ ગ્રીન અને ઓસિઅન સનસેટ કલરની રેન્જ જોવા મળશે.
Redmi Note 13 Turbo નું પ્રોસેસર (Processor)
થોડા દિવસ પહેલા જ Qualcomm દ્વારા તેમનું નવું ચીપસેટ Snapdragon 8s Gen 3 (સ્નેપડ્રેગન 8s) લોન્ચ કર્યું. આ પ્રોસેસર લોન્ચ થતાં જ તુરંત Redmi કંપનીએ કહ્યું છે કે તેઓ પોતાના નવા મોબાઈલ ફોનમાં Snapdragon 8s Gen 3 OctaCore નો સમાવેશ કરશે. આ પ્રોસેસરની સ્પીડની વાત કરીએ તો તે 4nm ફેબ્રિકેશન ઉપર બનાવવામાં આવેલ ચીપ છે જેની ક્લોક સ્પીડ 3.0GHz સુધીની છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ પ્રોસેસર સાથે Android 14 + HyperOS મળશે.
અન્ય ફીચર્સ
Category | Specification |
Operation System (OS) | Android v14 |
Resolution | 1220 x 2712 px |
Display | 6.74 inch, OLED screen |
Pixel Density | 446 ppi |
Display Features | Dolby Vision |
Instantaneous Touch sampling rate: 2160Hz | |
Peak Brightness : 1800 nits | |
Corning Gorilla Glass Victus | |
Touch Sampling Rate | 240 Hz |
Refresh Rate | 120 Hz |
Rear Camera | 50 MP + 8 MP + 2 MP Triple with OIS |
Front Camera | 16 MP |
Video Recording (Rear Camera) | 4K@30fps UHD |
Video Recording (Front Camera) | 1080@30 fps |
Processor | Qualcomm Snapdragon 8s Gen 3 chipset |
CPU | Octa Core Processor |
RAM | 8 GB + 8 GB Virtual RAM |
Storage | 128 GB |
Bluetooth | v5.3 |
WIFI | Yes |
Memory Card Slot | Not Supported |
Connectivity | 4G, 5G, VoLTE |
USB | USB-C v2.0 |
IR Blaster | Yes |
Battery & Charger | 6000 mAh, 80W |
Vivo v40 SE ની કિંમત અને દરેક ફીચર્સ વિષે જાણવા અહી ક્લિક કરો.
Redmi Note 13 Turbo નું ચાર્જર અને બેટરી (Charger & Battery)
Redmi Note 13 Turbo માં તમને મળશે દમદાર બેટરી જેની કેપેસિટીની વાત કરીએ તો બેટરી આવશે 6000 mAh અને તેની સાથે ફાસ્ટ ચાર્જર પણ મળશે જે આવશે 80W નું તેથી આ મોબાઈલ ફોનને 0 થી 100% ચાર્જ કરતાં 42 મિનિટથી પણ ઓછો સમય લાગશે. આશા છે કે આ મોબાઈલ ફોન વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ કરી શકે છે.
Redmi Note 13 Turbo ની ડિસ્પ્લે (Display)
Redmi Note 13 Turbo માં ડિસ્પ્લે 6.78 ઇંચ જેટલી મોટી મળી શકે છે. ડિસ્પ્લેના રિઝોલ્યુશનની વાત કરીએ તો તે 1.5k વળી પંચ-હૉલ ડિસ્પ્લે મળશે કે જે OLED પેનલ ઉપર બનેલી છે જેમાં 1220 x 2712px રિઝોલ્યુશન અને 446ppi નું પિકસેલ ડેન્સીટી મળશે. તેની સાથે આ મોબાઈલ સ્ક્રીન પર 144 Hz નો રિફ્રેશ રેટ પણ મળી શકે છે.
Redmi Note 13 Turbo નો કેમેરા (Camera)
Redmi Note 13 Turbo માં બેક કેમેરા એટલે કે મેઇન કેમેરામાં 50 MP + 8 MP + 2 MP એમ ત્રિપાલ કેમેરા મળશે. તેમાં કન્ટીન્યુઅસ શૂટિંગ, પનોરમા, HDR, સ્લો મોશન, ટાઈમ લેપ્સ જેવા ઘણા ફીચર્સ જોવા મળશે. બીજી બાજુ જોઈએ તો ફ્રન્ટ કેમેરામાં એક 16 MP નો વાઈડ એંગલ સેલ્ફી કેમેરા મળશે, જેની અંદર 1080@30 fps સુધી વિડીયો રેકોર્ડીંગ કરી શકાશે.
Redmi Note 13 Turbo ની રેમ અને સ્ટોરજ (RAM & Storage)
Redmi Note 13 Turbo ની સ્પીડ વધારવા અને દરેક ડેટા સાચવવા માટે તેની અંદર તમને મળશે 8GB રેમ (RAM) સાથે બીજી 8GB વર્ચુઅલ રેમ (RAM) અને સ્ટોરેજ કેપેસીટી 128GB સુધી રહેશે. આ મોબાઈલ ફોનમાં મેમરી કાર્ડ સ્લોટ જોવા નહીં મળે.
Redmi Note 13 Turbo ની કિંમત (Price in India)
Redmi Note 13 Turbo મોબાઈલ ફોનની કિંમત માટે જાણવા મળ્યું છે કે તે અલગ અલગ સ્ટોરેજ સાથે લોન્ચ થઈ શકે છે તેથી તેની કિંમત પણ તે બંને મોડલ માટે અલગ રહેશે. આ મોબાઈલ ફોનની કિંમતની શરૂઆત Rs 25,990 થી થશે.