ભારતમાં બંધ થઈ શકે છે WhatsApp : આઈટી એક્ટ 2021 ના કેટલાક નિયમોને લઈને કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં કંપની દ્વારા આ વાત કહેવામાં આવી છે. ત્યારે જાણો શું છે સમગ્ર વિગત કે શું હવે WhatsApp બંધ થઈ જશે ભારતમાં?
વોટ્સએપ કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે કે જો તેને વધારે દબાણ કરવામાં આવશે તો તે કંપની WhatsApp ભારતમાં બંધ કરી દેશે એટલે કે તે ભારત છોડી દેશે. ભારતમાં લગભગ 40 કરોડથી વધુ WhatsApp યુઝર્સ ધરાવતા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ ના આવા કોઈ પણ નિર્ણયની ભારતીય યુઝર્સ પર મોટી અસર થઈ શકે છે. ત્યારે શું ખરેખર વોટ્સએપ ભારતમાં બંધ થઈ જશે એટલે કે શું હવે વોટ્સએપનો ઉપયોગ ભારતીય લોકો નહીં કરી શકે. જાણો કંપનીએ કેમ આવી ચેતવણી આપી?
આ એપ્લિકેશનનો ઉપયોગ 180 કરતાં વધુ દેશોમાં 2 અબજથી વધુ લોકો, કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે, મિત્રો તથા કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા માટે WhatsApp એપ્લિકેશનનો નો ઉપયોગ કરે છે. WhatsApp મફત છે અને લોકોને સરળ, સુરક્ષિત, વિશ્વસનીય મેસેજિંગ અને કૉલિંગની સુવિધા પ્રદાન કરે છે, જે સમગ્ર વિશ્વમાં ફોન પર ઉપલબ્ધ છે. WhatsApp એપ્લિકેશનની શરૂઆત SMS (શોર્ટ મેસેજિંગ સર્વિસ) ના વિકલ્પ તરીકે થયેલી હતી. જેમાં મેસેજની સાથે ટેક્સ્ટ, ફોટા, વીડિયો, ડોક્યુમેન્ટ અને લોકેશન તેમજ વોઇસ કૉલ પણ કરી શકીએ છીએ.
TRAI New Rule: સેવ કર્યા વગરના નંબર પણ નામ સાથે દેખાશે, જાણો કઈ રીતે
Table of Contents
ભારતમાં બંધ થઈ શકે છે WhatsApp
સમગ્ર વિગત
વોટ્સએપ અને તેની પેરેન્ટ કંપની મેટા (Meta) (અગાઉ ફેસબુક) એ ભારતના IT કાયદાના એક નિયમને કોર્ટમાં પડકાર્યો છે. જેના દ્વારા સરકાર એવું ઈચ્છે છે કે કંપનીઓ મેસેજને ટ્રેક કરે અને જ્યારે જરૂર પડે ત્યારે તેમના સ્ત્રોતને જાહેર કરે. એટલે કે આ મેસેજ કોણે મોકલ્યા અને કોને મોકલ્યા તેની દરેક માહિતી સરકારને આપવી જોઈએ. સાથે જ વોટ્સએપ કંપનીનું કહેવું છે કે આનાથી લોકોની પ્રાઈવસી જોખમમાં મુકાઈ શકે છે, અને જ્યારે હાલ જેની સુરક્ષાને કારણે લોકો નિર્ભયતાથી તેના પ્લેટફોર્મનો એટલે કે WhatsApp એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
જો WhatsApp કંપની તેના સંદેશાઓના એન્ક્રિપ્શનને (Encryption) તોડશે, તો મેસેજિંગ પ્લેટફોર્મ નાશ પામશે. દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપ તરફથી હાજર થયેલા એડવોકેટ (વકીલ) તેજસ કારિયા સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવશે તો વોટ્સએપ મેસેજિંગ એપ્લિકેશન અહીંથી જતું રહેશે.
WhatsApp સાથે કેન્દ્રનો વિવાદ
મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકારે 25 મી ફેબ્રુઆરી 2021 ના રોજ આઈટી (IT) નિયમો 2021 ની જાહેરાત કરેલ હતી. ત્યારે બાદ, દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ને આ નિયમનું પાલન કરવા માટે સૂચનાઓ પણ જાહેર કરવામાં આવેલ હતી. આ નિયમને પડકારતાં વોટ્સએપ કંપનીએ કેન્દ્ર સરકાર સામે કાયદાકીય લડાઈ શરૂ કરી છે.
WhatsApp કંપની નિયમનું પાલન કેમ નથી કરવા માંગતી?
WhatsApp કંપની દલીલ કરે છે કે તે તેના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનને તોડ્યા વગર ભારતના નવા IT નિયમનું પાલન કરી શકશે નહીં. જ્યારે વોટ્સએપની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન ફીચર મેસેજને એવી રીતે એન્ક્રિપ્ટ કરે છે કે તેને ટ્રેક કરી શકાતો નથી તેથી તે માત્ર મોકલનાર અને પ્રાપ્તકર્તા (વાંચનાર) જ વાંચી શકે છે. વોટ્સએપ કંપનીનું કહેવું છે કે આ ફીચર દ્વારા તેણે યુઝર્સની પ્રાઈવસી જાળવી રાખેલ છે જેથી દરેક યુઝર્સ તેના પર પોતાના ડેટાની સુરક્ષા સાથે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
આ બાબત પર ભારત સરકારનું શું કહેવું છે?
સરકારની દલીલ છે કે ફેક ન્યૂઝ એટલે કે ખોટા સમાચાર જેમાં અફવાઓનો સમાવેશ પણ થાય અને હેટ સ્પીચ એટલે કે ખરાબ શબ્દો જેવા કન્ટેન્ટ સાથે કામ કરવા માટે સંદેશાઓનું ટ્રેસિંગ જરૂરી છે. સરકાર માને છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓનલાઈન સુરક્ષા માટે જવાબદાર છે, તેઓ તેમની જવાબદારીમાંથી છટકી શકતા નથી. કેન્દ્રએ કહ્યું છે કે તેને સુરક્ષિત સાયબર સ્પેસ બનાવવાનો અને ગેરકાયદે સામગ્રીને પોતાની જાતે અથવા તો કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા બ્લોક કરવાનો અધિકાર છે. કેન્દ્રએ કોર્ટને કહ્યું છે કે આઇટી (IT) એક્ટની કલમ 87એ તેને નિયમ 4 (2) ઘડવાની સત્તા આપી છે, જેના હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે માહિતીના સ્ત્રોતને જાહેર કરવું પડશે.
ગુજરાત બોર્ડની અંદર ધોરણ 10 અને 12 નું પરિણામ કેવી રીતે જાણવું તેના માટે અહી ક્લિક કરો : ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 નું પરિણામ