મોદી સરકારે વધુ એક વચન પાળ્યું: અમિત શાહ
દેશમાં લાગુ થઇ થયો CAA, નાગરિકતા સંશોધન કાયદો (CAA) આજ રાતથી દેશમાં લાગુ થઈ ચુક્યો છે. આ કાયદો 2019માં પસાર થયો હતો અને દેશભરમાં તેની સામે ભારે વિરોધ થયો હતો. જણાવી દઈએ કે, ગયા મહિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુષ્ટિ કરી હતી કે CAA લોકસભા ચૂંટણી પહેલા લાગુ કરવામાં આવશે જે લાગુ થઈ ગયો છે.
હવે ગર્વથી કહો અમે હિન્દુસ્તાની
Table of Contents
CAA વિશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું અને તે જ કર્યું
ગૃહમંત્રી અમિત શાહે 27 ડિસેમ્બરે કહ્યું હતું કે CAAના અમલીકરણને કોઈ રોકી શકે નહીં કારણ કે તે દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. કોલકાતામાં ભાજપની બેઠકને સંબોધતા તેમણે કહ્યું હતું કે, CAA નો અમલ એ પાર્ટીની પ્રતિબદ્ધતા છે. ત્યારે ચૂંટણી પહેલા તેને લાગુ કરવાની ચર્ચાએ હવે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, કેન્દ્રિય ગૃહમંત્રીએ જે કહ્યું હતું તે જ કર્યું. જણાવી દઇએ કે, સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ 5 વર્ષ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી અને ન તો કેન્દ્ર સરકારે તેના નિયમો જાહેર કર્યા છે.
હવે લોકસભા ચૂંટણી પહેલા તેને લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને હવે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, CAA કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી, તેમાં આવી કોઈ જોગવાઈ નથી. નાગરિકતા આપવાનો આ કાયદો (CAA) છે. આ કાયદાનો અર્થ એ નથી કે આ દેશોમાંથી ભારત આવનાર કોઈપણ બિન-મુસ્લિમને નાગરિકતા મળશે. આ માટે સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો કોઈ ધાર્મિક રીતે પીડિત બિન-મુસ્લિમ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં રહેતો હોય, તો તે આ કાયદા હેઠળ નાગરિકતા માટે અરજી કરી શકે છે. ગૃહ મંત્રાલયે પણ આ અંગે ઘણી વખત સ્પષ્ટતા કરી છે.
CAA ક્યારે પસાર થયો અને કેટલા મત પડ્યા હતા?
આ કાયદાને ભારતીય સંસદમાં 11 ડિસેમ્બર, 2019 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો, તેની તરફેણમાં કુલ 125 અને વિરોધમાં કુલ 105 મતો પડ્યા હતા. આ બિલને રાષ્ટ્રપતિએ પણ 12 ડિસેમ્બરે મંજૂરી આપેલ. આ કાયદાને મોદી સરકાર અને તેના સમર્થકો તેને ઐતિહાસિક પગલું ગણાવી રહ્યા છે જયારે બીજી બાજુ વિપક્ષ અને મુસ્લિમ સંગઠનોએ તેનો જોરદાર વિરોધ કરેલ હતો.
ખુબ જ જરૂરી છે જાણવું કે શું છે CAA ?
ઉલ્લેખનીય છે કે આ નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) ના અમલીકરણ સાથે અને પડોશી દેશોના લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવી હવે સરળ બનશે. CAA હેઠળ, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા અત્યાચારી બિન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સ (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયો) ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. આ કાયદા હેઠળ, ફક્ત આ ધર્મના લોકો જે 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં આવેલ છે.
આ દેશોથી આવેલા મુસ્લિમ પ્રવાસીઓનું શું થશે?
આ કાયદાની અંદર નાગરિકતા અધિનિયમની કલમ ૬ હેઠળ ન્યૂટ્રલાઇઝેશન કે કલમ ૫ હેઠળ નોંધણી હેઠળ મુસલમાન સહીત કોઈ પણ વિધેશી નાગરિક ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે. તે પ્રમાણે આ ૩ દેશોમાંથી આવેલા સેંકડો મુસ્લિમોને પણ ભારતીય નાગરિકત્વ અપાયું છે. એ વ્યવસ્થા યથાવત રહેશે.
શું CAA પછી NRC નો માર્ગ મોકળો થશે?
હવે જાણવાનું એ રહ્યું કે શું CAA પછી NRC નો માર્ગ મોકળો થશે? કે કેમ તો NRC એટલે કે નેશનલ સિટિઝનશીપ રજીસ્ટર સાથે કોઈ સંબંધ નથી. એનઆરસીની કાયદાકીય જોગવાઈઓનો નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ માં અલાયદો ઉલ્લેખ છે. ભારતીય નાગરિકતા નોંધણીના બંધારણીય નિયમ ૨૦૦૩ થી અમલમાં છે. તેમ કોઈ ફેરફાર નથી.
મુસ્લિમ સમાજ શા માટેનો વિરોધ કરે છે?
CAA નો સૌથી વધુ વિરોધ મુસ્લિમો કરી રહ્યા છે. વાસ્તવમાં આ નાગરિકતા સંશોધન કાયદો (CAA) કાયદામાં મુસ્લિમોને નાગરિકતામાંથી બહાર રાખવામાં આવ્યા છે. કેટલાય માને છ કે એ મુસ્લિમો સાથે ભેદભાવ છે.
કોનું નાગરિકત્વ છીનવાઈ શકે છે?
નાગરિકતા સંશોધન કાયદામાં (CAA) નાગરિકતા છીનવવાની જોગવાઈ નથી.
ભેદભાવ થશે તો નહિ સ્વીકારી શકું : મમતા
જો નાગરિકતા સંશોધન કાયદામાં (CAA) બતાવીને નેશનલ સિટિઝનશીપ રજીસ્ટર (NRC) લાવીને અહીંના લોકોનું નાગરિકત્વ ખતમ કરી દેવાશે તો અમે વિરોધ કરીશું. હું નેશનલ સિટિઝનશીપ રજીસ્ટર (NRC) નો સ્વીકાર કરતી નથી.
ભરતીની જાહેરાત: Gujarat Police વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જાણો કેવી રીતે apply કરવું અને ક્યારે છે ભરતી. જાણવા માટે અહી ક્લિક કરો Gujarat Police bharti 2024.