Chandra Grahan 2024: આવનાર હોળીના દિવસે જ ચંદ્ર ગ્રહણ, બને છે 100 વર્ષ પછી ખાસ સંયોગ, જાણો તમારી રાશિ માટે શું ફાયદા?

Chandra grahan 2024, 25 માર્ચ એટલે કે હોળીના દિવસે છે ચંદ્ર ગ્રહણ જેમાં અમુક રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જાણો કઈ કઈ રાશિ માટે છે ખુશીના સમાચાર

આ વર્ષે 25 માર્ચ ના દિવસે હોળી પણ છે અને એ જ દિવસે ચંદ્ર ગ્રહણ પણ છે અને આ ચંદ્ર ગ્રહણ આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ છે. આ દિવસે ચંદ્ર ગ્રહણ કન્યા રાશિ પર લાગવાનો છે તેથી આ દિવસે ચંદ્ર અને કેતુ બંને કન્યા રાશિમાં રહેશે.

દરેક મનુષ્ય પર ચંદ્ર ગ્રહણનો પ્રભાવ પડે છે. આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ મહત્વનું અને ખૂબ જ ખાસ હોવાથી અમુક રાશિના જાતકો માટે તેમના નસીબ ચમકશે.

100 વર્ષ પછી આવશે હોળી પર ચંદ્ર ગ્રહણ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોઈએ તો આ ચંદ્ર ગ્રહણ 100 વર્ષ પછી હોળીના દિવસે જ થવાનો છે. 25 માર્ચે ચંદ્ર ગ્રહણ સવારે 10 કલાકે અને 23 મિનિટ થી શરૂ થશે અને બપોરે 3 કલાકે અને 02 મિનિટ સુધી રહેશે. ચંદ્ર ગ્રહણના દિવસે સુર્ય અને રહું મીન રાશિમાં અને મંગળ, શુક્ર અને શનિ કુંભ રાશિમાં બિરાજમાન થશે. આ રાશિ પ્રવેશથી અમુક રાશિના જાતકો માટે ખૂબ જ લાભ થશે.

મેષ રાશિ

આ વર્ષ એટલે કે 2024 નું પહેલું ચંદ્ર ગ્રહણ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. ધન પ્રાપ્તિનો યોગ બને છે અને લાંબા સમયથી અટકેલાં કાર્ય પૂર્ણ થશે. નોકરી – ધંધામાં પણ લાભ થશે જેમાં તમારી બનાવેલી યોજનાઑને ઝડપથી સફળ થવામાં મદદ મળશે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને રોકાણ કરેલ મૂડી પર પણ ફાયદો થશે. આ રાશિના જાતકોને જો કોઈ નાકમાં ખર્ચ થવાના હશે તો તે પણ અટકી જશે અને ખર્ચથી બચશો.

તુલા રાશિ

વર્ષ 2024 નું પહેલું ચંદ્ર ગ્રહણ તુલા રાશિના જાતકો માટે લાભ આપી શકે છે. ખરીદીની અટકેલી યોજનાઑ પૂર્ણ થશે જેવી કે ગાડીની ખરીદી, સંપતિની ખરીદી વગેરે. નોકરી કરનાર વ્યક્તિઓને શનિના પ્રભાવથી પ્રમોશન મળી શકે છે. સમાજ અને લોકો વચ્ચે તમારું માન વધશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોને આ વર્ષના પહેલા ચંદ્ર ગ્રહણને લીધે લાભ થઈ શકે છે. વિધ્યાર્થીઓને શુભ સમાચાર મળશે. વૃષભ રાશિના જાતકોને ઘરમાં સુખ શાંતિ થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને કાર્ય બાબતે વિદેશ યાત્રા પણ થવાની સંભાવના છે. ધંધા – વ્યવસાયમાં પ્રગતિ સાથે બેન્કમાં મૂડીનો વધારો થશે. રોજગાર મળી શકે છે.

મીથુન રાશિ

મીથુન રાશિના જાતકો માટે દરેક કામમાં અડચણ થઈ શકે છે. ધંધા – વ્યવસાયમાં તમારા હરિફની હરીફાઈ વધી શકે છે. ચિંતા વધી શકે છે અને નાણા બાબતે ભાગ દોડ થઈ શકે છે. શેર બજારમાં રોકાયેલા નાણાં બાબતે અથવા જો તમે વિચારતા હોય કે શેર બજારમાં નાણાં રોકવા છે તો તે પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લેજો અને સલાહ વગર જો તમે રોકાણ કરશો તો લાંબા સામે સુધી તેમાં ફસાઈ જશો. પરિણીત વ્યક્તિ માટે તેઓને તેના જીવનસાથી સાથે બોલવામાં ધ્યાન રાખવું અને બની શકે છે આ સામે દરમિયાન દુખી થઈ શકો છો. આ રાશિના જાતકો માટે ખાસ સલાહ કે તમારે અને તમારા પરિવારને તબિયતનું ખાસ ધ્યાન રાખવું.

ધન રાશિ

વર્ષ 2024 ના પહેલા ચંદ્ર ગ્રહણમાં મીન રાશિમાં ત્રણ ગ્રહોનો સંયોગ બનતો હોવાથી ધન રાશિના જાતકો માટે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. નોકરિયાત વર્ગ માટે તેમના ઉપરી અધિકારીઑને લીધે મુશ્કેલી વધી શકે છે અને જેનો પ્રભાવ પ્રમોશન પર પડી શકે. આર્થિક બાબતોમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા વિચારવું નહિતર આર્થિક નુકશાન થવાની શક્યતા છે. પ્રેમીઓ માટે તેઓને પોતાની વાણી પર નિયંત્રણ રાખવું નહિતર સંબંધમાં તકલીફ ઊભી થઈ શકે છે. જે પોતાના જીવનસાથી શોધી રહ્યા છે તેઓને આ સમય દરમિયાન કેટલીક અડચણ આવી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે અમૂક રીતે ફાયદાકારક બની શકે છે. પોતાના પરિવારના સ્વાસ્થ્ય બાબતે ચિંતા જણાય જેની અસર તમારા પોતાના શરીર પર પણ થઈ શકે છે. ક્રોધ પર નિયંત્રણ રાખવો નહિતર કોર્ટ કચેરી બાબતે મુશ્કેલી વધી શકે છે. નોકરિયાત વર્ગ માટે તેઓને પોતાના કામ પર જ ધ્યાન આપવું અને કામથી કામ રાખવું નહિતર નોકરી છૂટવાની શક્યતા થઈ શકે છે. ધંધાદારીઓ માટે કોઈ પણ પ્રકારનો નિર્ણય ઉતાવળમાં લેવો નહીં નહિતર તેની અસર તમારા ધંધા પર થઈ શકે છે.

જાણવા જેવુ : વર્ષ 2024 ની શરૂઆતમાં લાગુ પડેલ કાયદો CAA (નાગરિકતા સંશોધન કાયદો)