IPL 2024, ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL ની 17 મી સિઝન શરૂ થવામાં હવે થોડા દિવસ બાકી છે અને તે પહેલા જ તમામ 10 (દસ) ટીમ્સે પોતાની ટીમના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. દરેક ટીમે પોતાના ખેલાડીઓ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Table of Contents
IPL 2024 ની દરેક ટીમની માહિતી
રિષભ પંત ફિટ પણ છે અને ટીમમાંકપ્તાની પણ કરશે
દિલ્હી કેપિટલ્સ ટીમના મેનેજમેન્ટે કહેલ હતું કે જો પંત ફિટ હશે તો તે કેપ્ટનશિપ કરશે. અને જો તે ફિટ નહીં હોય અને નહીં રમી શકે તો ડેવિડ વોર્નર કેપ્ટન રહેશે. હવે બીસીસીઆઈ એ પંતને ફિટ જાહેર કરેલ છે. જ્યારે કેકેઆર (કોલકાતા નાઈટ રાઈડર્સ) આ સિઝનમાં શ્રેયસ અય્યર કેપ્ટનશિપ કરશે. ઈજાના કારણે તે છેલ્લી સિઝન રમી શક્યો ન હતો, અને તે વખતે તેની જગ્યાએ નીતિશ રાણાએ કેપ્ટનશીપ સંભાળેલ હતી.
આ ટીમ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ પોતાના કેપ્ટન બદલેલ છે. મુંબઈ ઈન્ડિયન્સએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો. હૈદરાબાદની ટીમમાં કેપ્ટનશિપ પેટ કમિન્સ કરશે. ગુજરાત ટાઈટન્સમાં શુભમન ગિલ કેપ્ટન રહેશે. બાકીની ટીમમાં ગત વર્ષે જે કેપ્ટ રહ્યા હતા તે જ રહેશે.
ટીમ | ટીમ કપ્તાન |
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) | મહેન્દ્ર સિંહ ધોની |
દિલ્હી કેપિટલ્સ (DC) | રિષભ પંત |
ગુજરાત ટાઇટન્સ (GT) | શુભમન ગિલ |
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) | શ્રેયસ અય્યર |
લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) | કે એલ રાહુલ |
મુંબઈ ઈન્ડિયન્સ (MI) | હાર્દિક પંડ્યા |
પંજાબ કિંગ્સ (PK) | શિખર ધવન |
રાજસ્થાન રોયલ્સ (RR) | સંજુ સેમસન |
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) | ફાફ ડુ પ્લેસિસ |
સનરાઇઝર્સ હૈદરાબાદ (SH) | એડન માર્કરામ |
1. ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), મહેન્દ્ર સિંહ ધોની- ટીમ કેપ્ટન
5 (પાંચ) વખત IPL જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) IPL ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ગયા વર્ષની સરખામણીએ ટીમના પ્લેઈંગ-11 માં અમુક ફેરફારો નજરે આવશે, કારણ કે અંબાતી રાયડુએ હવે નિવૃત્તિ લઈ લીધી છે, ડેવોન કોનવે ઈજાના કારણે રમી શકે તેમ નથી. રચીન રવીન્દ્ર, સમીર રીઝવી અને શાર્દૂલ ઠાકુર ટીમમાં લેવામાં આવેલ છે. શિવમ ડૂબે બની શકે છે ઇમ્પેક્ટ પ્લેયર અને ઇમ્પેક્ટ પ્લેયર બની રમવા ઉતરી શકવાની સંભાવના છે.
ટીમના અન્ય ખેલાડીઓ: મુસ્તફિઝુર રહેમાન, શેખ રશીદ, ડેવોન કોનવે, પ્રશાંત સોલંકી, અવનીશ રાવ અરવેલી, મિશેલ સેન્ટનર, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, અજય મંડલ, ડેરીલ મિશેલ, રાજવર્ધન હંગરકર, મુકેશ ચૌધરી અને તુષાર દેશપાંડે.
2. ટીમ દિલ્હી કેપિટલ્સ (DC), રિષભ પંત- ટીમ કેપ્ટન
દિલ્હી કેપિટલ્સે IPL ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા કહેલ હતું કે રિષભ પંત ટીમના કેપ્ટન તરીકે રહેશે. અને ટુર્નામેન્ટ દરમિયાન કદાચ કોઈ મેચમાં રિષભ પાંત ફિટ નહીં હોય તો ડેવિડ વોર્નર કેપ્ટન બનશે. પ્લેઇંગ-11 માં ફેરફાર પણ થશે કારણ કે હેરી બ્રુક અને કુમાર કુશાગ્ર જેવા ખેલાડીઓ ખરીદેલ છે અને સંભાવના છે કે લલીત કુમાર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે છે.
ટીમના અન્ય ખેલાડીઓ: શાઈ હોપ, સ્વસ્તિક ચિકારી, યશ ધૂલ, રિકી ભુઈ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સુમિત કુમાર, અભિષેક પોરેલ, પ્રવીણ દુબે, વિકી ઓસ્વાલ, ઈશાંત શર્મા, જ્યે રિચર્ડસન, લુંગી એનગીડી, રસિક દાર.
3. ટીમ ગુજરાત ટાઇટન્સ (GT), શુભમન ગિલ- ટીમ કેપ્ટન
ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનનાર ટીમ એટલે કે ગુજરાત ટાઈટન્સ અને છેલ્લી સિઝનમાં રનર-અપ રહી ચૂકેલ. આવનારી નવી સિઝનમાં શુભમન ગિલ ટીમના કેપ્ટન રહેશે. બોલર મોહમ્મદ શમી તેની ઈજાના કારણે IPL ટૂર્નામેન્ટ નહીં રમી શકે. જ્યારે ઉમેશ યાદવ, શાહરૂખ ખાન, અને અઝમતુલ્લા ઓમરઝાઈ જેવા ખેલાડીઓ પ્લેઈંગ-11માં રમશે. ટીમમાં અભિનવ મનોહર આ સિઝનમાં સંભાવના છે કે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમી શકે છે.
ટીમના અન્ય ખેલાડીઓ: જોશ લિટલ, કાર્તિક ત્યાગી, સુશાંત મિશ્રા, મેથ્યુ વેડ, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રોબિન મિન્સ, કેન વિલિયમસન, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર અને માનવ સુથાર.
4. ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), શ્રેયસ અય્યર- ટીમ કેપ્ટન
બે વખત ચેમ્પિયન બનનાર કોલકાતા નાઈટ રાઈડર્સ પાછલી સિઝનમાં પ્લેઓફમાં નહોતી પહોંચી. શ્રેયસ અય્યર આ વખતે ટીમ કેપ્ટન તરીકે રહેશે. આ વખતે ટીમમાં મનીષ પાંડે, મિશેલ સ્ટાર્ક, મુજીબ ઉર રહેમાન અને શેરફાન રધરફોર્ડ જેવા મહત્વના ખેલાડીઓનો સમાવેશ કરેલ છે. પ્લેઇંગ-11માં આ જ ખેલાડીયો સ્થાન મેળવશે અને સંભાવના છે કે મનીષ પાંડે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા આવી શકે છે.
ટીમના અન્ય ખેલાડીઓ: દુષ્મંથા ચમીરા, ફિલ સોલ્ટ, અંગક્રિશ રઘુવંશી, અનુકુલ રોય, શેરફાન રધરફોર્ડ, કેએસ ભરત, રમનદીપ સિંહ, મુજીબ ઉર રહેમાન, સાકિબ હુસૈન, વૈભવ અરોરા અને ચેતન સાકરિયા.
5. ટીમ લખનઉ સુપરજાયન્ટ્સ, કે એલ રાહુલ- ટીમ કેપ્ટન
સતત 2 સિઝનમાં પ્લે ઓફમાં પહોંચેલ ટીમ લખનઉ સુપરજાયન્ટ્સ કેએલ રાહુલની કેપ્ટનશિપ હેઠળ હતી. કેપ્ટન કે એલ રાહુલને પાછલી સિઝનમાં IPL ટૂર્નામેન્ટ દરમિયાન ઈજા થયેલ અને તે આ વખતે પણ ઈજાગ્રસ્ત છે, પરંતુ IPL ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા તે ફિટ થઈ જશે એવી અપેક્ષા છે. આ ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિકોલસ પુરન હશે. ટીમમાં માર્ક વુડ ને બદલે વેસ્ટ ઈન્ડિઝના શમર જોસેફને સામેલ કરેલ છે. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આયુષ બડોની રમી શકે છે.
ટીમના અન્ય ખેલાડીઓ: કૃષ્ણપ્પા ગૌતમ, કાયલ મેયર્સ, એશ્ટન ટર્નર, મયંક યાદવ, યશ ઠાકુર, અરશદ ખાન, યુદ્ધવીર સિંહ ચરક, અર્શિન કુલકર્ણી, પ્રેરક માંકડ, ડેવિડ વિલી, અમિત મિશ્રા, નવીન-ઉલ-હક અને એમ સિદ્ધાર્થ.
6. ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, હાર્દિક પંડ્યા– ટીમ કેપ્ટન
IPL ટુર્નામેન્ટની હરાજી પહેલા જ ટીમ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને ગુજરાતની ટીમમાંથી ટ્રેડ કરેલ. આટલું જ નહીં તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનને ટીમમાંથી કાઢીને RCB ને વેચી દીધેલ. ત્યારબાદ દિલશાન મદુશંકા, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી અને શ્રેયસ ગોપાલ જેવા સારા ખેલાડીઓને હરાજીમાં ખરીદવામાં આવેલ. અહી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે નેહલ વાઘેરા રમવા આવી શકે છે.
ટીમના અન્ય ખેલાડીઓ: શ્રેયસ ગોપાલ, શમ્સ મુલાની, અંશુલ કંબોજ, નમન ધીર, શિવાલિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, જેસન બેહરેનડોર્ફ અને નુવાન તુશારા.
7. ટીમ પંજાબ કિંગ્સ, શિખર ધવન- ટીમ કેપ્ટન
આ વખતે IPL ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ કેપ્ટન બદલનાર પંજાબની ટીમના કેપ્ટન શિખર ધવન હશે. પાછલી સિઝનમાં આ ટીમ પ્લેઓફમાં પહોંચી શકી ન હતી. હરાજીમાં હર્ષલ પટેલ અને ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓ સામેલ હતા, જેમને પ્લેઇંગ-11માં પણ સામેલ કરવાની સંભાવના છે. રીશી ધવનની સંભાવના છે કે તે ઇમ્પેક્ટ પ્લેયર બનીને રમી શકે છે.
ટીમના અન્ય ખેલાડીઓ: શિવમ સિંહ, પ્રિન્સ ચૌધરી, ક્રિસ વોક્સ, વિશ્વનાથ પ્રતાપ સિંહ, હરપ્રીત ભાટિયા, રાઇલી રુસો, શશાંક સિંહ, આશુતોષ શર્મા, તનય થિયાગરાજન, સિકંદર રઝા, હરપ્રીત બ્રાર, નાથન એલિસ અને વિદ્વત કવેરપ્પા
8. ટીમ રાજસ્થાન રોયલ્સ, સંજુ સેમસન- ટીમ કેપ્ટન
પ્રથમ સિઝન જીત્યા બાદ ટીમ રાજસ્થાન રોયલ્સે 2 જ ફાઇનલ રમેલ છે. 2008 માં જીત્યા પછી ટીમ રાજસ્થાનને 2022 માં ગુજરાત ટાઇટન્સએ હરાવી દીધી હતી. આ ટીમમાં ઇમ્પેક્ટ પ્લેયરની વાત કરીએ તો આવેશ ખાન રમી શકે છે.
ટીમના અન્ય ખેલાડીઓ: ડોનોવન ફરેરા, રિયાન પરાગ, કુણાલ રાઠોડ, નવદીપ સૈની, કુલદીપ સેન, ટોમ કોહલર-કેડમોર, આબિદ મુશ્તાક, પ્રસિદ્ધ કૃષ્ણા, એડમ ઝામ્પા અને નંદ્રે બર્ગર.
9. ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ફાફ ડુ પ્લેસિસ – ટીમ કેપ્ટન
ત્રણ વખાણ IPL ટુર્નામેન્ટમાં ફાઇનલ તો રમી છે આ ટીમ પણ હજુ સુધી ટાઇટલ નથી જીતી. પાછલી 2 સિઝનથી ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે. અને આ સિઝનમાં પણ તે જ ટીમના કેપ્ટન રહેશે. ટીમે યશ દયાલ, કેમેરુન ગ્રીન, અલઝારી જોસેફ અને લોકી ફર્ગ્યુસન જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરેલ છે. જેમને પ્લેઇંગ-11 માં પણ રાખવાની શક્યતા છે. આકાશ દીપ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા આવી શકે છે.
ટીમના અન્ય ખેલાડીઓ: સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, અનુજ રાવત, મનોજ ભંડાગે, ટોમ કુરન, રીસ ટોપલી, સૌરવ ચૌહાણ, સ્વપ્નિલ સિંહ, મયંક ડાગર, હિમાંશુ શર્મા, રાજન કુમાર, વિજય કુમાર વૈશાખ.
10. ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ, એડન માર્કરામ – ટીમ કેપ્ટન
સનરાઈઝર્સ હૈદરાબાદ 2 વખત IPL ચેમ્પિયન બનીને પાછલી 4 સિઝનથી સતત ફેરફાર કરી રહી છે. આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ટીમ કેપ્ટન એડન માર્કરામ અને ટીમના કોચ ડેનિયલ વેટોરી છે. ટીમમાં વાનિંદુ હસરંગા, જયદેવ ઉનડકટ, ટ્રેવિસ હેડ અને આકાશ સિંહ જેવા સારા ખેલાડીઓ સામેલ હતા. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે વોશિંગ્ટન સુંદર ટીમમાં રમવાની શક્યતા છે.
ટીમના અન્ય ખેલાડીઓ: ગ્લેન ફિલિપ્સ, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર સિંહ યાદવ, પેટ કમિન્સ, નીતિશ કુમાર રેડ્ડી, માર્કો યાનસન, શાહબાઝ અહેમદ, ફઝલહક ફારૂકી, સનવીર સિંહ, જે સુબ્રમણ્યમ, આકાશ સિંહ અને ઉમરાન મલિક.