STD 10 GSEB Result 2024 SSC (ધોરણ 10 GSEB ગુજરાત બોર્ડ) નું પરિણામ સંભાવના છે કે 2024 ના મે મહિના સુધીમાં જાહેર કરવામાં આવશે. વિધ્યાર્થીઓ પરિણામ જોવા માટે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી ચેક કરી શકે છે. ઓફિશિયલ સાઇટ પર વિધ્યાર્થીઓએ પોતાના સીટ નંબરનો ઉપયોગ કરી પાઈનાં જોઈ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માર્ચ 2024 માં ગુજરાત બોર્ડની ધોરણ 10 ની પરીક્ષાઓનું આયોજન કરેલ હતું. જેમાં GSEB 10 (ધોરણ 10) મી ની પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન લેવામાં આવી હતી. ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામો 2024 ના મે મહિના સુધીમાં જાહેર કરવામાં આવશે.
STD 10 GSEB result 2024 (ધોરણ 10 GSEB પરિણામ 2024 SSC) માટે ઓનલાઈન માર્કશીટ જોવા અને ડાઉનલોડ કરવા ગુજરાત બોર્ડની ઓફિશિયલ સાઇટ પર પરિણામ જાહેર કર્યા બાદ મેળવી શકાશે. પરિણામ જાહેર થયાના થોડા સમય પછી જેઓએ પરીક્ષા પાસ કરી છે તેઓ પુનઃચેકિંગ, પુનઃમૂલ્યાંકન અને પૂરક પરીક્ષાઓ માટે અરજી કરવા પાત્ર બનશે. પરિણામ ઓનલાઈન ડાઉનલોડ કરવા અને જોવા માટે વિધ્યાર્થીઓએ તેઓના સીટ નંબર દ્વારા ગુજરાત બોર્ડની ઓફિશિયલ સાઇટ પર લૉગિન કરવાનું રહેશે અને ત્યાર બાદ દરેક વિધ્યાર્થી પોતાનું પરિણામ જોઈ શકશે.
Content Highlight
STD 12 GSEB Result link 2024 | ધોરણ 12 નું રીઝલ્ટ 2024 જોવા નીચેની લિંક પર ક્લિક કરો અને જુઓ કેટલા માર્ક્સ આવ્યા
How to check STD 10 GSEB Result 2024 SSC
GSEB STD 10 (ગુજરાત બોર્ડ ધોરણ 10) નું પરિણામ 2024 ના મે મહિના સુધીમાં ગુજરાત બોર્ડની ઓફિશિયલ સાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવશે. વિધ્યાર્થીઓએ ઑનલાઇન માર્કશીટ ડાઉનલોડ કરવા માટે, તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. GSEB STD 10 નું પરિણામ 2024 ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સૂચના મુજબ અનુસરો.
- GSEB ની ઓફિશિયલ વેબસાઇટ પર ક્લિક કરો (GSEB STD 10 Result 2024)
- વિધ્યાર્થીઓએ પોતાનો સીટ નંબર દાખલ કરવો
- બાજુના બોક્સમાં આપેલ captcha માગ્યા મુજબ ભરો
- Go બટન પર ક્લિક કરો
- વિધ્યાર્થી પોતાનું પરિણામ સ્ક્રીન પર જોઈ શકશે
ધોરણ 10 નું ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોવા અહી ક્લિક કરો Std 10 Gujarati Board Exam Paper Solution 2024
SMS દ્વારા GSEB STD 10 નું પરિણામ કેવી રીતે ચકાસવું
પરિણામ જાહેર થયાના દિવસે કે તે સમયે ઓનલાઈન ઓફિશિયલ સાઇટ પર પરિણામ ચકાસવું મુશ્કેલ બને છે કારણ કે દરેક લોકો તેમાં વિઝિટ કરતાં હોવાથી સાઇટ પર ટ્રાફિક વધવાથી વાર લાગે છે. તેથી વિધ્યાર્થીઓ પોતાનું પરિણામ SMS દ્વારા પણ જોઈ શકે છે. SMS દ્વારા પરિણામ જોવા માટે નીચે મુજબ અનુસરવું.
- મોબાઈલ ફોનમાં SMS એપ્લિકેશન ઓપન કરો
- ઉદાહરણમાં જણાવ્યા મુજબ SMS ટાઇપ કરવો – “SSC <space> સીટ નંબર
- લખેલ SMS 56263 પર મોકલો
- STD 10 GSEB Result 2024 SSC આપના નંબર પર મેળવી શકશો
Details You Can Check in Your Result
GSEB 10 ની (ધોરણ 10 ની) ઓનલાઈન માર્કશીટીમાં વિધ્યાર્થીનું નામ, વિષય મુજબના ગુણ અને વિધ્યાર્થીની લાયકાતની સ્થિતિ જેવી વિગતો પરિણામમાં આપેલ હશે. GSEB SSC ધોરણ 10 ની માર્કશીટ પર કઈ કઈ વિગતો જોઈ શકશો તે નીચે દર્શાવવામાં આવી છે.
- વિધ્યાર્થીનું નામ
- સીટ નંબર
- વિષયનો કોડ
- દરેક વિષયમાં વિધ્યાર્થી કેટલા ગુણ મેળવ્યા છે તે
- પર્સન્ટાઇલ
- ગ્રેડ
- મેળવેલ કુલ ગુણ
ભારતમાં બંધ થઈ શકે છે WhatsApp એપ્લિકેશન, સમગ્ર વિગત જાણવા અહી ક્લિક કરો
GSEB Previous Result Dates
Year (વર્ષ) | Result Date (પરિણામની તારીખ) |
2023 | May 25 |
2022 | June 6 |
2021 | June 9 |
2019 | May 21 |
2018 | May 28 |
2017 | May 29 |
GSEB STD 10 2023 માં પરીક્ષા આપેલ અને પાસ થનાર વિધ્યાર્થીઓના આકડા
વર્ષ 2023 માં, GSEB SSC ધોરણ 10 ના પરિણામમાં એકંદર પાસની ટકાવારી 64.62% હતી.
ગુજરાત ધોરણ 10 SSC પરીક્ષા 2023 માટે 7.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. અહી નીચે આપેલ વિગતવાર આંકડા ચકાસી શકો છો. જેમાં કુલ કેટલા વિધ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું હતું, કેટલા વિધ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, કેટલા વિધ્યાર્થીઓ પાસ થયેલ, કેટલા વિધ્યાર્થીઓ રિપિટર હતા, રિપિટર વિધ્યાર્થીઓમાંથી કેટલા હાજર રહ્યા હતા અને કુલ કેટલા વિધ્યાર્થીઓ જે રિપિટર હતા તેમાંથી પાસ થયા હતા તે વિગત દર્શાવેલ છે.
વિધ્યાર્થીઓ | તેમની સંખ્યા |
રજિસ્ટ્રેશન થયેલ વિધ્યાર્થીઓ | 7,41,411 |
હાજર રહેલ વિધ્યાર્થીઓ | 7,34,898 |
પાસ થયેલ વિધ્યાર્થીઓ | 4,74,893 |
રિપિટર વિધ્યાર્થીઓ | 1,65,690 |
હાજર રહેલ રિપિટર વિધ્યાર્થીઓ | 1,58,623 |
રિપિટરમાંથી પાસ થયેલ વિધ્યાર્થીઓ | 27,446 |
When is the GSEB SSC STD 10 result expected?
GSEB SSC STD 10 અને HSC STD 12 બંનેનું પરિણામ વર્ષ 2024 ના મે મહિના સુધીમાં જાહેર થઈ શકે છે. પરિણામ જાહેર થયા બાદ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબ સાઇટ પર પરિણામ જોઈ શકાશે.
How to check GSEB SSC result?
GSEB SSC STD 10 નું પરિણામ જાહેર થયા બાદ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબ સાઇટ પર જઈ વિધ્યાર્થીને તેમનો સીટ નંબર દાખલ કરવો. ત્યાર બાદ સ્ક્રીન પર પોતાનું પરિણામ ચકાસી શકાશે.