TRAI New Rule: સેવ કર્યા વગરના નંબર પણ નામ સાથે દેખાશે, જાણો કઈ રીતે

TRAI New Rule: સેવ કર્યા વગરના નંબર પણ નામ સાથે દેખાશે, જાણો કઈ રીતે – હવેથી તમારા મોબાઈલમાં કોઈ પણ થર્ડ પાર્ટી એપ વગર પણ સેવ કર્યા વિનાના નંબર પરથી કોલ આવશે તો સ્ક્રીન પર દેખાશે કોલરનું નામ

TRAI New Rule

સરકારે કોલિંગ નેમ પ્રેઝન્ટેશનની ટ્રાયલ શરૂ કરવા સૂચના આપી છે. અગાઉ ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈ (TRAI – Telecom Regulatory Authority Of India) દ્વારા આની ભલામણ કરેલ હતી. ટ્રાઈ (TRAI) એ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ શરૂ કરવા માટે કહ્યું હતું.

TRAI New Rule: સેવ કર્યા વગરના નંબર પણ નામ સાથે દેખાશે

ભારતમાં બંધ થઈ શકે છે WhatsApp ? કંપનીએ કહી આ વાત, જાણો સમગ્ર વિગત અહી

TRAI New Rule: સેવ કર્યા વગરના નંબર પણ નામ સાથે દેખાશે

આ મહિનેથી કેટલાક સર્કલમાં કોલ કરનારના નંબર સાથે જો તેમનું નામ સેવ નહીં હોય તો પણ તેનું નામ પણ મોબાઈલની સ્ક્રીન પર જોવા મળશે. સૂત્રો અનુસાર, ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ કંપનીઓને તેનો ટ્રાયલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારે હવે આ નિર્દેશને પગલે યુઝર્સને તેમની સ્ક્રીન પર સેવ ના કરનારના કોલ નંબર સાથે નામ પણ જોવા મળશે. આ અંગે સરકારે કોલિંગ નેમ પ્રેઝન્ટેશનનો ટ્રાયલ શરુ કરવાના નિર્દેશ આપ્યા છે. આ પહેલાં ટેલિકોમ રેગ્યુલેટર TRAI એ તેની ભલામણ કરી હતી. તેમજ ટ્રાઈએ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ શરુ કરવા કહેલ હતું.

જાણો કયા સર્કલમાં થશે શરૂઆત:

ટેલીકોમ્યુનિકેશને આપેલા આ આદેશ પછી સૌથી પહેલાં ભારતમાં હરિયાણા જેવા નાના સર્કલમાં તેની શરૂઆત કરવામાં આવી શકે છે. આ ટ્રાયલ સફળ થયા પછી સમગ્ર દેશમાં તેને લાગૂ કરી દેવામાં આવશે. ટેલિકોમ કંપનીઓને આપેલા આદેશ અનુસાર, આ મહિને જ ટ્રાયલ શરુ કરવાનું રહેશે. સરકાર આ સેવાને જૂન મહિનાથી જ તેને સમગ્ર દેશમાં લાગૂ કરવાનો નિર્દેશ આપી શકે છે.

સ્કેમ કોલને રોકવા માટે ઉઠાવ્યું પગલું:

TRAI ના આ નવા નિયમ દ્વારા સરકાર સામાન્ય લોકો સાથે થતા ફ્રોડ કોલ્સને રોકવા માટે સતત પગલાં ભરી રહી છે. આ પ્રયત્નો અંતર્ગત કંપનીઓને અજાણ્યા નંબર સાથે નામ પણ સ્ક્રીન પર જોઈ શકાય તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

જાણો TRAI (Telecom Regulatory Authority Of India) એ શું આપ્યો આદેશ:

ટ્રાઇ (TRAI – Telecom Regulatory Authority Of India) એ બધી જ ટેલિકોમ કંપનીઓને પોતાના મોબાઈલ નેટવર્ક પર કોલિંગ નેમ પ્રેઝન્ટેશન ફીચર રોલઆઉટ કરવાના આદેશ આપ્યા છે. જેમાં અજાણ્યા કોલ સાથે તેમાં સેવ ણા કરેલ નંબર સાથે નામ પણ જોઈ શકાશે. આ ફીચર રોલઆઉટ થવા પર ફોન કરનારના નંબર સાથે નામ પણ સ્ક્રીન પર દેખાવા લાગશે. એટલે કે કોલ કરનારનું નામ જાણવા માટે તમારે હવેથી ટ્રુકોલર જેવી થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ નહીં કરવી પડે.

જણાવી દઈએ કે, હાલ સ્માર્ટફોન યુઝર્સ કોલ કારનારનું નામ જાણવા ટ્રુકોલર જેવી થર્ડ પાર્ટી એપની મદદથી કોલ કરનારનું નામ જાણી શકે છે. જોકે, આ નામ કોઈ વ્યક્તિએ આ નંબર પોતાની ટ્રુકોલર એપમાં સેવ કરેલું હોય છે કે પછી વ્યક્તિએ પોતે જ ટ્રુકોલરમાં રજીસ્ટર કરેલું નામ પણ હોઈ શકે છે. તેમજ એવું પણ બને છે કે જે વ્યક્તિએ પોતાના માટે પર્સનલ નંબર લઇ રાખ્યો હોય અને તે કોલ કરે તે દરમિયાન ટ્રુકોલર પણ તેનું નામ નથી દર્શાવી શકતું.

થર્ડ પાર્ટી એપ્લિકેશન બની શકે છે તમારી માટે ખતરો:

આવી થર્ડ પાર્ટી એપ્સ નો ઉપયોગ કરવાના કારણે તમારો પ્રાઇવેટ ડેટા જે મોબાઈલમાં સેવ કરેલ હોય તે લીક થવાનું જોખમ ઊભું થઈ શકે છે. આવી એપ ઇન્સ્ટોલ કર્યા પછી દરેક એપ્સ તમારા મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટ, મેસેજ, કેમેરા, માઈક્રોફોન અને ફોટોઝની એક્સેસ માંગે છે એટલે કે મોબાઈલમાં રહેલ આવી માહિતીનો એક્સેસ માંગતી હોય છે. અને આવી થર્ડ પાર્ટી એપ્લિકેશન આ પરમિશન વિના કામ નથી કરતી હોતી. અને જ્યારે આપણે પરમીશન આપી દઈએ છીએ ત્યાર પછી તે એપ્લિકેશન આપણાં મોબાઈલમાં રહેલ દરેક માહિતી જેવી કે કોન્ટેક્ટ લિસ્ટ, મેસેજ, કેમેરા, માઈક્રોફોન અને ફોટોઝની એક્સેસ કરી શકે છે અને ત્યાર પછી તમારો ડેટા લીક થવાનું જોખમ રહે છે.

TRAI ના નવા નિયમ બાદ થર્ડ પાર્ટી એપ વગર જ સેવ કર્યા વગરના પણ નંબર તે વ્યક્તિના નામ સાથે જોઈ શકાશે. જેથી ફ્રોડ / સ્કેમ અટકી શકાશે. ફ્રોડની સાથે થર્ડ પાર્ટી એપને ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે તેથી કોઈ પણ પ્રકારનો ડેટ જે આપણે મોબાઈલમાં સેવ કરેલ છે તે લીક થવાની શક્યતા પણ નહીં રહે.

Leave a Comment