Vivo V40 SE જાણો કઈ તારીખે લોન્ચ થશે, કેટલી કિંમત અને શું વિશેષતા?

Vivo V40 SE ની લોન્ચ થવાની તરીખ

તમે હેરાન થઈ જશો એ જાણીને કે VIVO એક એવી સ્માર્ટફોન કંપની છે જે ચાઈનાની છે જેના મોબાઈલ ફોન આપણા ભારત દેશમાં લોકો ખૂબ જ પસંદ કરે છે. તમે જાણતા જ હશો કે આ કંપનીની V સીરિઝ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે અને હવે તેઓ V40 SE લોન્ચ કરવા જય રહી છે. જાણવા મળ્યું છે કે આ મોબાઈલ ફોનમાં 5000 mAh બેટરી અને 8GB રેમ હશે અને તેની સાથે એવા ઘણા ફીચર્સ જેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.

Vivo કંપનીએ અમુક દિવસો પહેલા જ તેની V સિરીઝમાં V30 પણ લોન્ચ કર્યો હતો. જો કે લોકોને ખૂબ જ પસંદ પણ આવ્યો હતો. તેના કારણે કંપનીએ નક્કી કર્યું કે માર્કેટમાં ટકી રહેવા અને તેની V સીરિઝની સફળતા વધારવા Vivo V40 SE પણ માર્કેટમાં લોન્ચ કરીએ કે જે લોકોને બજેટમાં પણ મળી રહે અને તેની સાથે આ મોબાઈલ ફોનમાં લોકો 5G નેટવર્કનો લાભ પણ લઈ શકે. આ મોબાઈલ પણ Curved ડિસ્પ્લેમાં જ હશે.

Vivo V40 SE

Redmi Note 13 Turbo ની કિંમત, કેમેરા, પ્રોસેસર, રેમ અને અન્ય વિગત જાણવા અહી ક્લિક કરો.

લોન્ચની તારીખ (Launch Date)

આ મોબાઈલ ફોન ગૂગલ પ્લે કોન્સોલ સાઇટ ઉપર જોવા મળ્યો અને લોન્ચ તારીખની વાત કરીએ તો Vivo V40 SE ભારતમાં કઈ તારીખે લોન્ચ થશે એ બાબત વિષે હજુ કોઈ સૂચના કંપનીએ આપી નથી. પ્રસિદ્ધ સમાચાર પત્રોથી જાણવા મળ્યું છે કે Vivo V40 SE ભારતમાં 2024 ના મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં લોન્ચ થઈ શકે છે.

Vivo V40 SE ના ફીચર્સ

હવે વાત કરીએ આ મોબાઈલ ફોનના અમુક ફીચર્સની તો આ મોબાઇલમાં એન્ડ્રોઇડ v14 (Android v14) વર્ઝન આવશે અને તેમ પ્રોસેસર હશે સ્નેપડ્રેગન (snap dragon) 6 જનરેશન 2 જેની સાથે 2.2 ગીગાહાર્ટઝની ક્લોક સ્પીડવાળું ઑક્ટ કોર (Octa Core) પ્રોસેસર. આ મોબાઈલ ફોન ફક્ત 2 જ કલરમાં મળશે જેમાં આર્ટિસટીક રેડ અને આર્ટિસટીક બ્લૂ સામેલ છે. આ મોબાઈલ ફોનમાં ઓનસ્ક્રીન ફિંગરપ્રીન્ટ સેન્સર, 120Hz રિફ્રેશ રેટ, 5G નેટવર્કની કનેક્ટિવિટી જેવા ઘણા ફીચર્સ મળી રહેશે.

Vivo V40 SE ની ડિસ્પ્લે (Display)

આ મોબાઈલ ફોનમાં 6.78 ઇંચની AMOLED ડિસ્પ્લે આવશે અને રિઝોલ્યૂશનની વાત કરીએ તો તેમ 1080 x 2400px હશે અને 391ppi ની પિકસેલ ડેન્સિટી મળી રહેશે. આ મોબાઈલ ફોનમાં Curved ડિસ્પ્લે પણ મળી રહેશે. આ મોડલની અંદર 1300 નિટ્સની બ્રાઇટનેસ અને 120Hz નું રિફ્રેશ રેટ પણ મળી રહેશે.

બેટરી અને ચાર્જર (Battery & Charger)

આ મોબાઈલ ફોનમાં લિથિયમ પોલીમર ની મોટી બેટરી હશે જેની કેપેસિટી 5000mAh રહેશે. આ સાથે તેમ USB Type-C ચાર્જર 33W નું હશે. એકદમ ફાસ્ટ ચાર્જર હોવાથી આ મોબાઈલ ફોનને 0 થી 100% ચાર્જ થવામાં માત્ર 70 મિનિટનો સમય થશે.

ફ્રન્ટ અને બેક કેમેરા (Camera)

આ મોબાઈલ ફોનના કેમેરાની વાત કરીએ તો બેક કેમેરામાં 50 MP + 8 MP એમ ડ્યુઅલ કેમેરા આવશે અને ફ્રન્ટ કેમેરામાં 32 MP નો સેલ્ફી કેમેરા આવશે. કેમેરાની અંદર કંટીન્યુઅસ શૂટિંગ, HDR, પેનોરામા, નાઈટ મોડ, સુપર મુન, સ્લો મોશન મોડ જેવા અલગ અલગ ફીચર્સ આવશે. 4K@30fps નું વિડીયો રેકોર્ડીંગ આ મોબાઈલ ફોનના કેમેરામાં કરી શકાશે.

Vivo V40 ની રેમ અને સ્ટોરેજ (Ram & Storage)

આ મોબાઈલ ફોનમાં સ્પીડની વાત કરીએ તો 8GB ની RAM આવશે અને 8GB વર્ચુઅલ RAM મળશે જેની સાથે સ્ટોરેજ મળશે 128/256 GB. આ મોબાઇલની અંદર તમને એક મેમરી કાર્ડનું સ્લોટ પણ મળશે જે તમે 1TB સુધી કરી શકશો.

Vivo V40 SE ની કિંમત (Price)

Vivo ના આ મોબાઈલની કિંમતની વાત કરીએ તો જાણકારી મુજબ આ મોબાઈલ ફોન 2 અલગ અલગ સ્ટોરેજ કેપેસિટીમાં મળવાનો હોવાથી તેની કિંમત અલગ અલગ રહેશે. જેની શરૂઆતના મોડલની કિંમત Rs 29,990 રહેશે. વધારે સ્ટોરેજ કેપેસિટી માટેના મોડલની કિંમત Rs 29,990 કરતાં વધારે રહેશે.

અહી આપણે Vivo V40 SE આપણા ભારત દેશમાં ક્યારે લોન્ચ થશે, કેટલી કિંમત, કેમેરા, બેટરી, સ્ટોરેજ કેપેસિટી, રેમ, પ્રોસેસર અને એવા ઘણા અલગ અલગ ફીચર્સ વિષે ચર્ચા કરી. દરેક બાબત મળતી જાણકારી મુજબ છે.

ભારત દેશમાં લાગુ પડેલ CAA કાયદા વિષે જાણવા અહી ક્લિક કરો. CAA કાયદો શું છે, કોણ પર તેની અસર અને શું ફાયદા એ દરેક બાબત વિસ્તારથી જાણવા મળશે.